________________
હિતચિંતન
[ ૧૦૯]
અ શની તુલના સંસારના સર્વ સુખ એકઠા થાય તે પણ કરી શકતા નથી. એ સુખ મેળવવા માટે શ્રી સિદ્ધ પદની સાધના આરાધનામાં ઉજમાળ બનવું જોઈએ.
શ્રી સિદ્ધપદના આઠ ગુણ છે. આઠ સાથીયા, આઠ પ્રદક્ષિણા, આઠ ખમાસણા, આઠ લોગસ્સને કાઉસગ્ગ અને બાકી ચાલુ વિધિથી આરાધાય છે. એક ધાનનું બોલ કરનારા ઘ8નું બીલ કરે. वन्दे सिद्धान् महानन्दान्, महानन्दपदस्थितात् । गुणाष्टक स्वरूपान तान्, रकान् सिद्धिवधूवरान् ॥ १०३ ॥
(૧૦૪) આચાર્યપદની પ્રતિષ્ઠા તા. ૧૨-૪-૫૪
જિનેશ્વર પરમાત્મા અને કેવલી ભગવંતના વિરહમાં શાસનનું સુકાન ચલાવનારા આચાર્ય મહારાજા છે. ગચ્છની જવાબદારી સૂરિ ભગવંતને શિરે છે. ત્રીજા આચાર્ય પદને આરાધક અવિચ્છિન્ન પ્રભાવશાલી વીતરાગ પ્રભુના શાસનને અનન્ય આરાધક છે. સૂરિ પદની આરાધનાથી જૈન શાસનને પ્રભાવ વધે છે.
છત્રીશ છત્રીશીના ધારક, છત્રીશ ગુણ ગિરુઆ, સુવર્ણ સમા ગુણાલંકારથી અલંકૃત, પીત વણે દીપતા, ભીમકાંત ગુણે કરી જૈન શાસન-સામ્રાજ્યના સમ્રાટ, ચારણ, વાર, ચેયણ, પોયણુપૂર્વક ગરછને મોક્ષમાર્ગમાં આગળ વધારનારા આચાર્ય ભગવંતને વારંવાર વંદન હે.
સાથીઆ, ખમાસમણ, પ્રદક્ષિણ, છત્રીશ, છત્રીશ, છત્રીશ લેગસ્સને કાઉસ્સગ્ન. વીશ નવકારવાળી આચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com