________________
૪. અવિભકત અને સંયુક્ત કુટુંબ.
૭. સંપૂત કુટુંબનું બંધારણ –૮. અવિભક્ત કુટુંબનું અંધારણ–૨. અવિભક્ત કુટુંબના સભ્યને હક–૧૦. અવિભક્ત કુટુંબને સભ્ય, સભ્ય તરિકે કયારે બંધ પડે?—૧૧. કર્તા૧૨. કર્તાને અધિકાર–૧૩. કર્તાની જવાબદારી–૧૪. કાયદેસર જરૂરીઆત–૧૫. અનીતિનું દેવું.–૧૬. દેવાની જવાબદારી.
૭. સંયૂકત કુટુંબનું બંધારણ,
એક પિતાના સિધી લીટીમાં ઉતરી આવેલા એક બીજાને સપિંડ તરીકે સગા થતા પુરૂષે, તેમની પત્નીઓ, કુંવારી દિકરીઓ અને દત્તક પૂનું સંયુકત કુટુંબ (Joint family) બને છે. દિકરીઓના જ્યારે લગ્ન થાય ત્યારે તે તેના પિતાના કુટુંબની સભ્ય મટી તેના ધણુના કુટુંબમાં ભળે છે. [૪૦].
. મિલકતનું અસ્તિત્વએ સંયુક્ત કુટુંબનું આવશ્યક અંગ નથી. મઝીઆર વહેંચાય ત્યારે એ સંયુક્તપણું દૂર થાય છે. ફક્ત જમવાનું તથા દેવસેવા જુદી રાખવાથી સંયુક્તપણુ મટી જતું નથી. [૪૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com