________________
( ૧૦ ) ખાસ કરીને પ્રભાવકચરિત્ર અને મેરૂતુંગના એક-બીજાથી વિરૂદ્ધ જાય તેવા જે અહેવાલ આપવામાં આવ્યા છે તે પ્રથમ જણાવેલી હકીકત સાથે મળતા આવે છે. એ જ કારણને લઈને ચાંગદેવને માટે તેની માતા પાસે દેવચંદ્ર માગણી કરી હતી તે અહેવાલ વધારે માનવા યુગ્ય છે એમ આપણે જાહેર કરવું જોઈએ. “શુભલક્ષણે પેત” ચાલાક બાળક ઉપર એક સાધુનું મન લાગ્યું એટલે તેને તે પોતાને શિષ્ય બનાવવા માગે અને તે બાળકની માતાની ધર્મભક્તિ અને નબળાઈને સીતભરેલી રીતે પૂરતે લાભ લે અને પિતાની મુરાદ પાર પાડે એ તદ્દન બનવાજોગ હકીકત છે. પ્રભાવકચરિત્રમાં સ્વપ્નની વાર્તા કરી છે અને પુત્રને જન્મ પહેલાં તેને અર્થ કરવાની વાત લખી છે તે તે જૈન લેકે વારંવાર એવો વિચાર બતાવ્યા કરે છે કે મોટા માણસને જન્મ થવાનું હોય તેની હકીકત માતાને સ્વપ્નદ્વારા પ્રથમથી જાહેર થાય છે એવી બાબત હાઈને રદ કરવા છે. બન્ને અતિ પ્રાચીન ગ્રંથમાં ચાંગદેવ ગુરૂના આસન પર બેસી ગયાની હકીકત લખી છે તેના ઉપર પણ એટલું જ અ૫ મૂલ્ય મૂકી શકાય. બીજા હાથપર મેરૂતુંગ કહે છે તેમ ચાચીગે એ સંબંધમાં વાંધો ઉઠાવ્યું હોય અને છોકરાને પાછો લઈ આવવાના પ્રયત્ન કર્યા હોય તે હકીકત સાચી હોય તેમ બનવાજોગ છે. મેરૂતુંગ કહે છે તેમ ચાચીગ “વિરૂદ્ધમતને” (નાસ્તિક કે મિથ્યાત્વી) હોય એટલે કે તે જેન કમને હોય અને છતાં પ્રાચીન સંપ્રદાયના મતને સ્વીકાર કરનાર હોય તે તેના છોકરાને સાધુના આશ્રયમાં દીક્ષા આપવા સંબંધી તેને નકારમાં જવાબ બહુ સહેલાઈથી સમજી શકાય તેમ છે. કદાચ તેને મત હિંદના સનાતન મતને હાય. તે મત પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com