________________
( ૧૮ ) જાય છે, તે સંબંધી તેની ખાત્રી થાય છે અને શાશ્વત સુખ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરવાને ખૂબ ઈચ્છા જાગૃત થાય છે તે માણસ જ દીક્ષા લેવાને ચગ્ય થાય છે. વસ્તુતઃ એ હકીકતે તદ્દન જ જુદી રીતે બને છે. જે વ્યક્તિઓના સમુદાયમાં માત્ર પોતાની સ્વેચ્છાથી જ જે દીક્ષા લેવા ઈચ્છતા હોય અને સંસારને છોડી દેવા ઈચ્છતા હેય તેમનાથી ભરતી કરવામાં આવતી હોય તે એ સમુદાય ક્ષયને માગે ઉતરી જાય અને જૈન સંઘ સાધુ-સંખ્યામાં ઘણે પાછા પી જાય. એટલા માટે નાની ઉમરના છોકરાઓને તેમના માબાપ પાસેથી વેચાતા લઈને એમને કેળવણી આપવા માટે યતિએને સેંપવામાં આવે છે અને આ કાર્ય સંઘના પિસાદાર શ્રાવકે કરે છે. બ્રાહ્મણ વિધવાઓના ગેરકાયદેસરના છોકરા-. એને આ બાબતમાં પ્રથમ પસંદગી આપવામાં આવે છે, કારણ કે એમને ઘણી ઓછી કી મતે ખરીદી શકાય છે અને એવા છોકરાઓના પિતાએ ઘણુંખરૂં સુશિક્ષિત ઉચ્ચ કેમના હિંદીઓ હોય છે તેથી આવા છોકરાઓને માનસિક વાર ઘણે સાનુકૂળ હોવાને સંભવ રહે છે. જ્યારે ખર્ચની બાજુ મેંઘવારીને કારણે ભારે સખ્ત થઈ જાય છે તેવા વખતમાં બ્રાહ્મણ અથવા વાણુઆના છોકરાઓ ખરીદવામાં આવે છે એમ પણ અનેકવાર બની આવે છે. છૂટાછવાયા કિસ્સાઓમાં એમ પણ બને છે કે યતિઓ પોતે જ કામ પિતાના હાથમાં લે છે અને તજી દીધેલા-નિરાશ્રયી બાળકોને પિતે એળે લઈ લે છે અથવા પોતાના ધર્મવાળાના છોકરાઓ જેના ઉપર એમની નજર ચોંટે છે તેને માટે માગણી કરે છે. અત્યારે જે સ્થિતિ આ બાબતને અંગે ચાલે છે તે સાફ સાફ બતાવી આપે છે કે રાજશેખરે જે વર્ણન આપ્યું છે તે કલ્પિત-બનાવટી છે, કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com