________________
૮૦ ] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
ઉત્તમ સ્તુતિઓ મારી પણ નથી.” હેમચન્દ્રાચાર્યજીની આ પરમ વિનમ્રતા, આપણું જેવા મિથ્યાભિમાનીઓ માટે મહામૂલા બોધપાઠ જેવી છે. | હેમચન્દ્રસૂરિજીની વિનમ્રતાના અનેક ઉદાહરણ ટાંકી શકાય તેમ છે. પોતે રચેલી “સિદ્ધહેમશબ્દાનુશાસન” ની બૃહદ્દટીકામાં તેમણે કહ્યું છે: “ઉત્કૃષ્ટ મહાકવિ તો સિદ્ધસેનસૂરિજી હતા. ઉત્કૃષ્ટ મહાતાર્કિક તો મલવાદિષ્ટ હતા, શ્રેષ્ઠ સંગ્રહકાર તે ઉમાસ્વાતિજી અને ઉત્કૃષ્ટ વ્યાખ્યાનકાર તો જિનનદ્રગણું ક્ષમાશ્રમણ હતા.'
આ રીતે અન્ય મહાન વિદ્વાન અને પૂર્વાચાર્યો પ્રત્યે પોતાને ગુણાનુરાગ તેમણે બુલંદ કંઠે ગાય છે. સદા સંઘર્ષ નિવારણના પક્ષકાર સૂરિદેવ
‘૩qમત્રવત્ વિદ્યાવળાતુ' –વિદ્યાબીજનું જે કઈ ફળ હોય તે તે ઉપશમરૂપ ફળ છે.” આ વાતને હેમચંદ્રાચાર્યજીએ પોતાના જીવનમાં ઉતારી હતી. તેઓ સ્પષ્ટપણે, ધર્મનું ફળ ઉપશમભાવની પ્રાપ્તિ છે, તેમ માનતા હતા. ધાર્મિક પુરુષમાં વ્રતસ્થ સાધુ-ભગવંતે મૂર્ધન્ય સ્થાને છે. તેથી વ્રતસ્થ મુનિઓનું પરમ અને પ્રથમ કર્તવ્ય છે કે તેમણે વિરોધને ઉપશમ અવશ્ય કરવું જોઈએ. “સાલો gf zતસ્થાનાં, વિઘોરામ રહg ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com