SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય અને તેમની આ વિચારધારાની સંપુષ્ટિમાં એક સચોટ પ્રસંગ પણ ઉપલબ્ધ થાય છે, “કુમારપાળચરિત્રસંગ્રહ [ લેખક : શ્રીમતિલકસૂરિજી : પૃષ્ઠ ૩૧- ક- ૬૭૪ થી ૬૮૩ ]માં આ પ્રસંગ વર્ણવાયે છે. વર્ષોથી – કલિકાચાર્યજી મહારાજાએ ભાદરવા સુદ ચોથની સંવત્સરી કરી તે પહેલાં – ભાદરવા સુદ પાંચમની જ સંવત્સરી હતી. અને અષાડ સુદ પૂનમના દિવસે ચૌમાસી – શરૂઆત થતી. પરંતુ કાલિકાચાર્યજીએ અમુક વિશિષ્ટ કારણો - સર ભાદરવા સુદ ચોથની સંવત્સરી અને અષાડ સુદ ચૌદશની ચૌમાસી શરૂ કરી. પ્રસંગ એ બન્યો કે કેટલાક બ્રાહ્મણેએ રાજને (કુમારપાળને) ચડાવ્યા કે : “તમારા જૈનમાં પણ પૂનમ-ચૌદસના મતાનતર છે ?' આ વાત જ્યારે રાજાએ હેમચન્દ્રસૂરિજીને કહી ત્યારે સૂરિદેવે કહ્યું: “જલ અને જલધરની જેમ આ ભેદ કેઈ બહુ મહત્ત્વનું નથી. તળાવ, નદી વગેરે ભિન્ન ભિન્ન ભૂમિમાં હોવા છતાં તેમાં કાંઈક અભેદ તે છે જ. એ જ રીતે પૂનમ–ચૌદશના ભેદ હોવા છતાં સહુના જિનપતિ તે એક જ છે. પૂનમ ચૌદશના ભેદ તે પાછળથી થયા છે, તે વિદ્વાને ચિંતા કરવા લાયક નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowrnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy