________________
હેમચંદ્રાચાર્ય
[ ૭૯
અને પોતાની જાતને તેમની તુલનામાં અશિક્ષિત (અભણ) કહેતાં પણ તેઓ ખમચાયા નથી.
"क्व सिद्धसेनस्तुतयो महार्था । રિલિતાલાપના કર વૈષT T”
અર્થાત્ – “ક્યાં સિક્રસેનદિવાકરસૂરિજીની મહાન અર્થવાળી ગંભીર સ્તુતિઓ ! અને કયાં મારી – આ અભણ માણસની–આલાપકલા જેવી સ્તુતિ ! ! ” કવિ ધનપાનની સ્તુતિ ગાતા સૂરિદેવ
“કુમારપાલ પ્રબંધ' માં હેમચંદ્રસૂરિજીની વિનમ્રતાનો એક પ્રસંગ આ પ્રમાણે છે.
એક સમયે હેમચન્દ્રાચાર્યજી કુમારપાળની સાથે શત્રુંજય તીર્થે ગયા હતા. ત્યારે ત્યાં યુગાદિદેવ ઋષભદેવ ભગવંતની સમક્ષ કવિવર્ય શ્રી ધનપાલ પંડિતે રચેલી “ઋષભ પંચાશિકા ” ની ગાથાએ બાલવા દ્વારા તેમણે પ્રભુની સ્તવના કરી.
અવસર જોઈને કુમારપાળે પૂછ્યું : “ગુરુદેવ! આ૫ તે સ્વયં મહાન સ્તુતિકાર અને કલેકાર છે. અનેક ગ્રંથોના રચયિતા એવા આપ શીઘ્રકવિ પણ છે. તે પછી આ૫ આપની સ્વરચિત સ્તુતિઓ પરમાત્મા સમક્ષ ન બોલતાં, ધનપાળ કવિની સ્તુતિઓ શા માટે બેલ્યા ?”
ત્યારે મૂર્ધન્યકક્ષાના મહામનીષિ આચાર્યશ્રી બાલ્યા : “ધનપાળ કવિએ જે સ્તુતિઓ રચી છે તે એવી ઉત્કૃષ્ટ અને સદ્ભક્તિ ગર્ભિત છે કે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com