SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય [ ૭૫ - હેમચન્દ્રાચાર્યજી જવું' ખરબચડાં જેવું વસ્ત્ર પહેરીને એક ભવ્ય શોભાયાત્રામાં ચાલી રહ્યા હતા. ત્યારે કુમારપાળે સૂરિજીને જોયા. તેનું ગુરુભક્ત હૈયું વ્યથિત થયું. ઉપાશ્રયે આવ્યા બાદ તેણે સૂરીશ્વરને પૂછયું : “ગુરુદેવ ! અઢાર દેશને રાજ કુમારપાળ આપને ભક્ત હોય અને આપને આવું ખરબચડું વસ્ત્ર પહેરવું પડે, તે શું ગ્ય છે? આમાં તે મારી નાલેશી થાય.” ત્યારે હેમચન્દ્રાચાર્ય બાલ્યા : “કુમારપાળ ! આવું વસ્ત્ર મને વહોરાવનાર તારો જ રાજ્યમાં રહેતો તારે જૈન સાધર્મિક છે. એ કે દરિદ્ર હશે! જેની પાસે ઉત્તમ વસ્ત્ર વહેરાવી શકાય તેટલું દ્રવ્ય જ નથી. આવા દીન-દુખી જીવોના ઉદ્ધાર માટે તું શું કાંઈ જ નહિ કરે?” અને ત્યારબાદ દર વર્ષે એક કરોડ સુવર્ણસુદ્રાઓ કુમારપાળ દીન સાધર્મિકોના ઉદ્ધાર માટે વાપરતા હતા. આ પ્રસંગ બાદ ચૌદ વર્ષ કુમારપાળ જીવ્યા હતા. અને ચૌદ કરોડ સુવર્ણમુદ્રાઓ દીના ઉદ્ધાર માટે તેમણે ખચી હતી. આમ સિદ્ધરાજ અને કુમારપાળે-ગુજરાતના બે મહાન રાજવીઓની સહાયથી હેમચંદ્રાચાર્યે ગુજરાતને તેના અણમોલ સંસ્કારવારસાથી સમૃદ્ધ કરી આપે. સાહિત્યથી સમૃદ્ધ, સંસ્કારથી સુશેભિત અને અહિંસાથી આલોકિત ગુર્જરનું નિર્માણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy