________________
૭૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
દેતા વૃક્ષોને પણ તે પ્રણામ કરતા. ખુલ્લા પગે ચાલતા કાંટા અને કાંકરાઓ પણ વાગતા. છતાં તેની પરવા કર્યા વગર ધર્મનિષ્ઠ આ પરમાઈને જયારે સૂરિદેવે અપવાદ રૂપે જેડા વાપરવાની છૂટ આપી ત્યારે પણ તે છૂટને રાજર્ષિએ વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતે.
આમ, હેમચન્દ્રસૂરિજીના પુનિત પ્રભાવથી, રાજા કુમારપાળ : અત્યંત વિનમ્ર અને વિશિષ્ટ ગુરુભક્ત બન્યા. સંસારના પ્રાણીમાત્રનો તે પરમમિત્ર બન્યો. અહિંસા-ધર્મને તે અઠંગ ઉપાસક બન્યા. અરિહંતભક્તિને તે અને આરાધક બચે. સમ્યજ્ઞાનને તે અનુપમ રસિક બન્યો.
પચાસ વર્ષે કુમારપાળ રાજ્ય પામ્યું હતું, છતાં તેનું બાહુબળ અને બુદ્ધિબળ– બને બહુ જોરદાર હતા. બાહુના બળે તેણે સુન્દર રીતે રાજ્ય ચલાવ્યું અને બુદ્ધિના બળે તેણે મોટી ઉંમરે પણ પિતાને જ્ઞાનપ્રેમ, સાહિત્યપ્રેમ જાળવી રાખ્યો હતે. સાઈઠ વર્ષની ઉંમરે કુમારપાળે આખું “હેમવ્યાકરણ’ [ છ હજાર લોક પ્રમાણ] કંઠસ્થ કર્યું હતું. સાધમિકેને સમુધારક કુમારપાળ
કુમારપાળે પોતાના સાધર્મિકોના ઉદ્ધાર માટે પણ અનેરું ધન વાપર્યું હતું. તેને એક સુંદર
પ્રસંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com