________________
હેમચંદ્રાચાર્ય
[ ૭૩
આરતિ ઉતારી રાજા કુમારપાળે
કુમારપાળ અરિહંત ભક્તિ અને આરાધક હતે. પિતાના જીવનકાળમાં તેણે ચૌદસો શિખરબંધી જિનાલયે સ્વદ્રવ્યથી (પોતાના પૈસે) બંધાવ્યા હતા. પોતાના પિતાશ્રી ત્રિભુવનપાળના નામનું ત્રિભુવનપાળ-વિહાર” છનું કરોડ સોના મહેરેના સવ્યયપૂર્વક બંધાવ્યું હતું. સેળસે પ્રાચીન જિનમન્દિરને તેણે જિર્ણોદ્ધાર કરાવ્યો હતે. રોજ ચતુરંગિણી સેના સાથે, મધ્યાહ્નકાળે ભારે ઠાઠપૂર્વક રાજ જિનપૂજા કરવા જતા, ત્યારે અનેક કરડાધિપતિએ રાજર્ષિ સાથે જોડાતા. રાજર્ષિ જાતે પ્રભુજીની ભવ્ય અંગરચના કરતા. ઉત્તમ કેટિના તાજા પુષ્પ દ્વારા તેઓ “કુલપૂજા કરતા. - એક વાર એક જિનાલયમાં, ધૂળેવા મંડપમાં આરતિ ઉતારતા છ યે તુના કુલ એક સાથે ચઢાવીને તેના દ્વારા પરમાત્માની આંગી બનાવવાને મને રથ કુમારપાળને પેદા થયો. અને સંકલ્પના પ્રચંડ બળે દૈવીશક્તિના પ્રભાવે ષતુઓના કુલ બગીચામાં પેદા થઈ ગયા. તેની ભવ્ય આગી બનાવીને રાજર્ષિએ પોતાના ઉપવાસનું પારણું કર્યું હતું. આથી જ આપણે આરતિમાં ગાઈએ છીએ ને કે. આરતિ ઉતારી રાજ કુમારપાળે.”
સાત વખત શત્રુંજય તીર્થને છ રી’ પાળતે સંઘ કાઢયે હતે. યાત્રિકેને શીળી છાંયડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com