________________
૭૨ ] ગુજરાતની અસ્મિતાના અને ખા આવિર્ભાવક
કનાથ જગપૂજનીય પરમાત્મા મહાવીરદેવ અને રાજા શ્રેણિક કરતાં પણ મહાન હતે.
આ અંગે એક અતિ સુંદર શ્લોક છે : * श्री वीरे परमेश्वरेऽपि भगवत्याख्याति धर्म स्वयं, प्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां कक्षमः श्रेणिकः । अक्लेशेनापि कुमारपाल नृपतिस्तां जीवरक्षां व्यधाद्, यस्यासाद्य वचः सुधां स परमः श्री हेमचन्द्रो गुरु : ।।
અર્થાત્ – “જે સમયે પરમાત્મા મહાવીરદેવ સ્વયં ધર્મદેશના વહાવી રહ્યા હતા; શ્રી અભય. કુમાર જેવા બુદ્ધિનિધાન મહામંત્રી હાજર હતા તે છતાં શ્રેણિક જેવા પરમ શ્રાવક જે જીવરક્ષા કરાવી ના શકયા, તે જીવરક્ષાને, પરમગુરુ શ્રી હેમચન્દ્રસૂરિજીની અમૃતતુલ્ય વચનધારાને પીને (પામીને) અતિ સહજતાથી (કલેશરહિતપણે) કુમારપાળ રાજા કરાવી શકયા.”
કુમારપાળના હૃદયમાં રહેલી દયાવૃત્તિ, કારુણ્યધર્મ, વિનમ્રતા, સરળતા, સાહદયતા, વિશ્વ પ્રત્યેને “ વાત્સલ્યભાવ, જિનધર્મ પ્રત્યેની અસીમ નિષ્ઠા અને ગુરુ પ્રત્યેને ભક્તિભાવ.... આ બધા સદ્દગુણના કારણે કુમારપાળને મળેલું “પરમાત” બિરુદ યથાર્થ જ હતું. અને આ રીતે એક સમયના
પતિત” કુમારપાળને “પરમાત” બનાવવામાં હેમચન્દ્રાચાર્યજીને નિશંકપણે અપૂર્વ ફાળે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
વાત્સલ્યતા , સરળતા રહેલી હયાત