________________
૭૦ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
પ્રાણુઓની દયા અને રક્ષા કરી શકે છે, તે જ કુમારપાળ અવસર આવે રાજ્ય, ધર્મ, સંસ્કૃતિ અને નિર્દોષ પ્રજાજનેના દુશમનના માથા પણ વાઢી શકે છે, એ ભૂલીશ નહિ. રાજર્ષિ અને મહર્ષિના ધર્મો જુદા જુદા છે. કુમારપાળ રાજર્ષિ છે. અને રાજર્ષિને ધર્મ છે : સદેષને શિક્ષા અને નિર્દોષની રક્ષા ! જયારે મહર્ષિના (સાધુનો) ધર્મ છે. સદોષ અને નિર્દોષ બેઉની રક્ષા ! બેઉની દયા !”
રાજર્ષિ કુમારપાળની આ શૂરવીરતા અને આ ધર્મ ધીરતા જોઈને પેલે રાજપૂત ખુશ થઈ ગયે. તેણે રાજર્ષિની ક્ષમા માંગી. કંટકેશ્વરીના રેપ સામે અણનમ રાજા | હેમચન્દ્રસૂરિજીના પુનિત સત્સંગના પ્રભાવથી કુમારપાળે પશુધના પ્રતિબંધની રાજાજ્ઞા ફરમાવી હતી. પણ તેની સામે તે સમયના રૂઢિચુસ્ત ધર્માધે તરફથી વિરોધી સૂર જમ્યા હતા. રાજાએ કંટકેશ્વરી દેવીને અપાતે પશુગ બંધ કરાવ્યો ત્યારે, એવી વાતે પ્રજામાં ફેલાવાઈ કે, “જે દેવીને પશુબલિ આપવામાં નહિ આવે તે રાજ્ય ઉપર અને પ્રજા ઉપર તેની મહાન આફત ઉતરી આવશે.” પરંતુ કુમારપાળે તે વાતની કશી જ પરવા ન કરી.
કંટકેશ્વરી દેવીએ, કુળપરંપરાથી ચાલ્યા આવતા પશુગને આપવા માટે કુમારપાળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com