SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ઘડાઓ હતા. આ તમામ ઘેડાઓને કુણઘેર ગામમાં (જે આજે ય પાટણ પાસે વિદ્યમાન છે) રખાતા. ત્યાં વિશાળ અશ્વશાળાઓ હતી. આ તમામ ઘેડાએને ગાળેલું જ પાણી પીવડાવવાની ગોઠવણ કરવામાં આવી હતી. દરેક ઘોડાની પલાણ ઉપર એક પૂંજણું બાંધવામાં આવતી. પૂજણ દ્વારા પલાણને પૂજા બાદ જ તેની ઉપર અસ્વાર સવાર થઈ શકતો. રાજાની આ આજ્ઞાને ચુસ્તતાપૂર્વક અમલ કરવામાં આવતે હતે. દયાળુ છતાં સત્ત્વશાળી કુમારપાળ નિર્દોષ જીવેની સદા રક્ષા કરતા કુમારપાળ અવસર આવે, રાજ્યના શત્રુઓની સામે તલવાર ચલાવવામાં જરા ય ઉણા ઉતરતા ન હતા. એક વખત તેમને યુદ્ધમાં ઘડાની પલાણને પંજણીથી પૂજતા અને નાના જીવોની રક્ષા કરતા જોઈને એક રાજપૂત હસી પડશે અને બોલ્યો : “આ દયાળુ રાજા શત્રુઓને શી રીતે મારી શકશે ? આ વાત કુમારપાળ સાંભળી ગયા. અને તેઓ બાલ્યા: “આ કુમારપાળનું સત્ત્વ તારે જેવું છે? તે લે જે.” આમ કહીને રાજાએ પોતાના જ પગ ઉપર તલવારને ભાલો ઝીકી દીધો. લેહીની સેર વછૂટી. પણ કુમારપાળનું મુખ મલકી રહ્યું હતું. પછી તેમણે કહ્યું : “જે કુમારપાળ નિર્દોષ અને અબાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy