________________
૬૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
અને બોલ્યો : “લે ! આ જૂ મારી નાંખી. પેલે કુમારપાળ મને શું કરી નાંખવાનો છે ?”
રાજાના ગુપ્તચરે આ વાત સાંભળી ગયા. તે જ મારનારા લાખપતિ શેઠને પકડવામાં આવ્યા. તેનું તમામ ધન રાજાએ લઈ લીધું અને તેમાંથી “ ચુકાવિહાર ” નામનું જિનમન્દિર બંધાવાયું.
રાજા કુમારપાળે પોતાના અઢાર રાજ્ય ઉપરાંત બીજા ચૌદ રાજાઓના રાજ્યોમાં પણ મૈત્રીના સંબંધ કે અઢળક ધનદાન કરીને તે રાજ્યોમાં પણ સંપૂર્ણ “અમારિનું પ્રવર્તન કરાવ્યું હતું. એક સમયના માંસાહારલક્ષી કુમારપાળનું આ કેવું આહૂલાદપ્રેરક અને અનુમોદનીય જીવન પરિવર્તન ! મકડાની પણ જીવરક્ષા કરતા રાજા
એક વાર રાજા કુમારપાળે પૌષધવ્રત આરાધ્યું. તેમના હાથ ઉપર એક કેડે ચાંટી ગયો. તેને દૂર કરવા તેમણે પ્રયત્ન કર્યો. બીજા શ્રાવકે જ્યારે તેને ખેંચી લઈને દૂર કરવા તૈયાર થયા ત્યારે કુમારપાળે તેને અટકાવ્યા, કારણ કે તેમ કરવામાં સંકેડે મરી જવાને સંભવ હતો. તેમણે તરત એક ધારદાર છરી મંગાવી અને જાતે જ તેટલી ચામડી ઉતરડી લીધી. અને ચામડી-સહિત મંકેડાને દૂર મૂકીને તેને જીવનદાન આપ્યું.
ગુજરાધિપતિ કુમારપાળ પાસે અગિયાર લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com