SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય હત પ્રભુનો ધર્મ સ્વીકાર્યો છે તે ખૂબ જ સરસ કર્યું છે. તેને જે ગુરુ મળ્યા છે તે અતિ ઉત્તમ છે. માટે તું સદ્ધર્મ એવા જિનધર્મથી ચાલત થઈશ નહી. એ - કુમારપાળની મુંઝવણને પાર ન રહ્યો. તેમણે કહ્યું : “ગુરુદેવ! મને દેવાધિ દ્વારા આવેલા પૂર્વજે કહે છે કે, “શિવધર્મ પાળજે.' અને આપના દ્વારા આવેલા પૂર્વજો કહે છે કે “જિનધર્મ પાળજે. તે આ બધામાં સાચું શું?” ત્યારે હેમચન્દ્રાચાર્યે કહ્યુંઃ “રાજન ! દેવધિ દ્વારા સર્જાયેલા દો કે મારા દ્વારા સર્જાયેલા દ-બેમાંથી એકે સાચાં નથી. આ બધી માયાજાળ છે. ઈદ્રજાળ છે. સાચું માત્ર તે જ છે કે.. જે તમને સામેશ્વર મહાદેવે કહ્યું હતું. માટે તમે જે જિન ધર્મ પામ્યા છે તેમાંથી ચલાયમાન થવાની જરૂર નથી.” આ પ્રસંગ બાદ..કુમારપાળના મનનું સમાધાન થઈ ગયું. તેઓ નિર્મળ સમ્યગ્દષ્ટિ બન્યા. જિનવચનમાં તેમને વિશ્વાસ ચેલમજીઠના રંગ જે બની ગયો. ત્યારબાદ તેઓ ઉત્તમ દેશવિરતિધર શ્રાવક બન્યા. એટલું જ નહીં, એક સમયે તેઓ એવી સિદ્ધિ પામ્યા કે સૂરિદેવ હેમચને તેમને પરમાહ” [પરમ શ્રાવક] અને “રાજર્ષિ” [રાજા છતાં ઋષિ જેવા માનવંતા બિરુદથી સન્માન્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy