________________
હેમચંદ્રાચાર્ય
[ ૬૧
ફરી ચમત્કારો બતાવવા માંડ્યા. દેવબોધિએ બ્રહ્મા વિષણુ અને મહેશને સાક્ષાત્ હાજર કર્યા. મૂળરાજ વગેરે કુમારપાળના સાત પેઢીના પૂર્વજોને–તેના માતા પિતાને પણ સદેહે હાજર કર્યા. અને તે સહુએ કુમારપાળને કહ્યું: “બેટા ! તે આપણે કુલધર્મ (કુળ પરંપરાથી ચાલ્યો આવતે વૈદિક ધર્મ) છેડી દીધું અને જૈન ધર્મ સ્વીકાર્યો છે તે ગ્ય કર્યું નથી. તારે વેદોને જ પ્રમાણ (સાચા) માનવાં જોઈએ.”
આ બધાં દશ્યો જોઈને કુમારપાળ ખૂબ મુંઝવણમાં પડી ગયા. તેમણે મત્રીશ્વર વાગભટ્ટને બધી વાત કરી અને છેલે પૂછયું : “મારા ગુરુદેવ પાસે આવા કેઈ ચમત્કાર હશે ખરા ?”
“મારા ગુરુ” આ શબ્દો સાંભળતાં જ મસ્ત્રીશ્વર પુલક્તિ બની ગયા. તેમને થયું : “ગમે તે થયુ હેય પણ હેમચન્દ્રસૂરિજી પ્રત્યે કુમારપાળનું મમણે ત્વ-બહુમાન–અવિચલ છે. અને તેથી ચોકકસ તેને પુનઃ જિનધર્મમાં સ્થિર કરી શકાશે.”
મન્ચીશ્વર તરત સૂરિદેવ પાસે ગયા. અને તેમણે દેવબોધિના ચમત્કાર વગેરેની વાત કરી. કુમારપાળના મનનું સમાધાન કરવા માટે સૂરિદેવે મસ્ત્રીને જણાવ્યું કે : “મત્રીશ્વર ચિંતા કરવાની જરાય જરૂર નથી. આવતીકાલે રાજાને પ્રવચન સાંભળવા મારી પાસે લઈ આવજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com