________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૯
મેઘજળને પીએ તેમ, અંતરમાં ઉતારી લીધી. ગુરુઆદેશ અનુસાર કુમારપાળે માંસાહારત્યાગની પ્રતિજ્ઞા લઈ લીધી. એટલું જ નહિ, ગુરૂઆદેશના પ્રતાપે માંસ, મદિરા, જુગાર, શિકાર, ચેરી અને અસત્ય-આ સઘળા પાપ કુમારપાળે તજી દીધા.
આ પછી તે ધીરે ધીરે હેમચન્દ્રાચાર્યના સત્સંગની અને સમેત્રીની એવી પ્રચંડ અસર કુમા૨પાળ ઉપર થઈ, કે સિદ્ધરાજ અને હેમચન્દ્રસૂરિજીની સમૈત્રી કરતાં પણ તે જબરજસ્ત પૂરવાર થઈ. ગુજરાતની ધરતીને અહિંસાથી મઢી દેવામાં, નાનામાં નાની જને મારનારને પણ સખત શિક્ષા કરવા દ્વારા અહિંસાને ગુજરાતમાં-આજ દિન સુધી વ્યાપક બનાવવામાં કુમારપાળ દ્વારા હેમચન્દ્રસૂરીશ્વરજી મહાન સિદ્ધિ હાંસલ કરવામાં સફળ બન્યા હતા.
કુમારપાળ જૈન બન્યા. ચુસ્ત શ્રાવક બન્યા. સમ્યગ્દર્શન પામ્યા. તે અંગે પણ ચમત્કાયુક્ત કથા પ્રચલિત છે. દેવબોધિ દ્વારા ચમકાર
દેવબોધિ નામને એક પંડિત મત્ર-તત્ર અને ગવિદ્યાને પ્રખર જાણકાર હતે. તેને જેનધર્મ પ્રત્યે ભારે દ્વેષ હતે. કુમારપાળ હેમચન્દ્રાચાર્ય તરફ વિશેષ પ્રીતિ ધરાવતા અને જૈન ધર્મ તરફ
અનુરક્ત થયા છે તે જાણીને તેને ખૂબ અકળામણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com