SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક તારા સદ્દગુરુની જ તું ઉપાસના કર. તેઓ જ તને સદ્ધર્મને રાહ ચીંધશે. તારા આ ગુરુ સંયમી શિરોમણું છે. પ્રત્યક્ષ પરમબ્રહ્ના છે. તેમની સેવાથીઆશાના સ્વીકારથી-તું તારે આ જનમ સફળ કરી શકીશ.' કુમારપાળને માંસાહારત્યાગ બસ આટલું કહીને શિવજી અન્તર્ધાન થઈ ગયા. ત્યારબાદ કુમારપાળે હેમચન્દ્રાચાર્યને કહ્યું : “બસ ગુરુદેવ! હવે તો આપ જ મારા ગુરુ છે. મારા જેવા પતિતના પાવન-સમુદ્ધારક છે.” આ સમયથી કુમારપાળે હેમચન્દ્રજીસૂરિને પિતાના પરમકલ્યાણમિત્ર સદગુરુ તરીકે, જીવનના સમુદ્ધારક સર્વસ્વ તરીકે, સ્વીકારી લીધા પછી તેણે પૂછયું : “ગુરુદેવ ! આપે સિદ્ધરાજથી મને બચાવ્યા અને જીવનદાન આપ્યું....મારે આ ભવ સુધાર્યો. હવે આપ મને સદ્ધર્મનું દાન કરો અને મારો આત્મા સુધારે. મારા પરભવને પણ સુધારો.” આ સમયે, સમયજ્ઞ સૂરીશ્વરે, જેમ તપેલા લેઢા પર કુશળ લુહાર ઘા ઝીંકી દે છે તેમ, કુમારપાળને જણાવ્યું: “સદ્ધર્મ પામવા માટે સૌથી પહેલાં, હે રાજન્ ! તમે માંસભક્ષણને જીવનભર સંપૂર્ણ ત્યાગ કરે.” અને કુમારપાળે ગુરુવાણુને, ચાતક જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy