SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક ગાહી સંપૂર્ણ સાચી પડી છે. માટે આ રાજ્ય આપનું જ છે. આપ તેને સ્વીકાર કરે. અને મને ઋણમુક્ત કરે.” ત્યારે હેમચન્દ્રાચાર્યે કહ્યું: “ હે રાજન ! અમે તે સંયમી સાધુ છીએ. પંચ મહાવ્રતના પાલણહાર છીએ. અમને ધન, સંપત્તિ કે સત્તાને પરિગ્રહ ન ખપે. પરંતુ તમે તમારા રાજ્યમાં અહિંસાનું સામ્રાજ્ય સ્થાપો. તે અમે ખૂબ પ્રસન્નતા પામીશું.” પરંતુ કુમારપાળ સમગ્ર રાજયમાં અમારિની ઘાષણું ત્યારે જ કરાવી શકે...કે જયારે તે પોતે માંસાહારને ત્યાગી બને. સૂરિદેવ આ માટે કોઈ સુયોગ્ય તકની પ્રતીક્ષામાં હતા અને એ તક એક સમયે સાંપડી ગઈ. સુરિદેવ સાથે સેમનાથયાત્રા પ્રભાસ પાટણના સોમનાથ મહાદેવના મંદિરનો જિર્ણોદ્ધાર કરીને તેને પત્થરનું ભવ્ય મંદિર બનાવવા માટે પૂજારીઓએ કુમારપાળને વિનંતી કરી. ત્યારે તેણે સૂરિદેવને પૂછયું : “ ગુરુદેવ ! આપ જાણે છે કે હું શિવજીને ભક્ત છું. મારા ભગવાનનું મન્દિર જલદી પૂર્ણ થાય અને નિર્વિને બની જાય તે માટે હું શું કરું ?” ત્યારે સમયજ્ઞ સૂરિદેવ બોલ્યા: “ રાજની આ માટે તે કાં તે તમારે પૂર્ણ બ્રહ્મચર્ય—ત્રત લેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wrivatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy