________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૩
કેવા ભીષણ સકંજામાં ભીંસાયેલું હતું છતાં, આવા પુરુષને પણ પોતાની જ્ઞાનપ્રતિભા અને સંયમશુદ્ધિના પ્રબળ સામર્થ્યથી હેમચન્દ્રાચાર્યે “પરમાઈ ની કક્ષા સુધી લાવી મૂક્યો. આ વાત હેમચન્દ્રસૂરિજીના પ્રખર અને પનેતા પ્રભાવનું પ્રતીક છે. કુમારપાળને રાજ્યાભિષેક
હેમચન્દ્રાચાર્યની ભવિષ્યવાણી સાચી પડી. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ, છેલ્લાં સાત-સાત વર્ષને કાળ કપરા સંકટમાં પસાર કરીને, અંતે વિ. સં. ૧૧લ્માં કુમારપાળ ગાદીએ આવ્યા. સૂરિદેવે ભાખેલી તિથિ, વાર અને નક્ષત્ર સમયે જ કુમારપાળને રાજયાભિષેક થયો.
સિદ્ધરાજના અવસાન બાદ, તેના અમાત્યાએ જ કુમારપાળની રેગ્યતા જોઈને તેને રાજા તરીકે. પસંદ કર્યા.
પચાસ વર્ષની ઉમ્મરે તેઓ રાજા બન્યા.
કુમારપાળને પોતાના પ્રાણુરક્ષક જીવનદાતા હેમચન્દ્રાચાર્ય પ્રત્યે અથાગ બહુમાન હતું. તેથી તેણે ખાસ વિનંતી કરી અને તેથી હેમચન્દ્રસૂરિજી પાટણ પધાર્યા.
કુમારપાળે સૂરિદેવનું ભારે બહુમાન કર્યું. તેમને નમસ્કાર કરીને કહ્યું: “આચાર્ય વર ! આપે તો મને જીવનદાન આપ્યું છે. વળી આપની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com