________________
૫૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
સામુદ્રિક શાસ્ત્રના જાણકાર સૂરિજીએ કુમારપાળના લક્ષણે જોઈને તેને જણાવ્યું કે, “હે કુમારપાળ ! તમારા ઉજજવળ દિવસે હવે નજદિકમાં જ છે. આજથી સાતમા વર્ષે તમે રાજા થશે. વિક્રમ સંવત ૧૧૯૯ના માગસર વદ ચેાથ અને રવિવારે ત્રીજા પહોરે પુષ્ય નક્ષત્રમાં તમારો રાજયાભિષેક થશે. *
આવી ચક્કસ અને સચોટ આગાહી સૂરિદેવે કરી તે સાંભળીને કુમારપાળ પ્રસન્ન થયા. અને તેણે જણાવ્યું કે, “સૂરિવર્ય! જે આપની આગાહી સાચી પડશે અને હું રાજા થઈશ તે, આપને મરા ગુરુ તરીકે સ્થાપિત કરીશ. પણ હા...તે માટે મારી બે શરતે છે. એક, હું શિવજીને કટ્ટર ભક્ત છું. તેથી તમારે મને “જેને બનાવવાનો પ્રયત્ન કરવો નહિ, અને બીજી, તમારે મને માંસાહાર છેડવાની વાત કરવી નહિ, કેમકે માંસ મને અતિ પ્રિય છે.”
ત્યારે સૂરિદેવે કહ્યું : “ કુમારપાળ ! આવી શરતે કરવાની કોઈ જરૂર નથી. એ તે જ સમયે, જે એગ્ય હશે તે થશે.”
ત્યારબાદ મન્ની ઉદયન સાથે કુમારપાળને પરિચય કરાવીને તેને સંપૂર્ણ સહાયતા કરવાની ખાસ સૂચના સૂરિદેવે ઉદયનને આપી.
કુમારપાળે કરેલી શરતે ઉપરથી સમજી શકાય છે કે તેનું જીવન મિથ્યાત્વ અને અવિરતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com