________________
હેમચંદ્રાચાર્ય
[ ૫૧
ભાગતા રહેવું પડતું. એક સમયની વાત છે. કુમા૨પાળ ત્રણસે તાપસેના ટાળામાં તાપસ વેશે પાટણ આવ્યા હતા.
પરંતુ કુમારપાળના પગમાં રહેલી રાજ રેખાએના કારણે સિદ્ધરાજના ગુપ્તચરોને વહેમ પડયો. કુમારપાળને પકડવા માટે સિપાઈઓ દોડયા. પણ કુમારપાળ છટકી ગયા. ભાગીને તે સીધા હેમચન્દ્રાચાર્યજીના ઉપાશ્રયે આવ્યા. ત્યારે કુમારપાળને ભયભીત જાણુંને, સર્વસત્વસાધારણું કરુણાના સાગરસમાં સૂરિદેવે તેમને તાડપત્રોના ઢગલાની વચ્ચે સંતાડી દીધા. આખી રાત કુમારપાળ ત્યાં રહ્યા અને વહેલી પરોઢે સૂરિદેવની સલાહ મુજબ તેઓ ગુપ્ત વેશે નાસી છૂટયા.
આ પછી આચાર્યદેવે પાટણથી વિહાર કર્યો. સૂરિવરની લોકહિતકારી ધર્મોપદેશની પાવનગંગા ગુજરાતના ગ્રામ-નગરોમાં વહેવા લાગી. સૂરિદેવ ફરતા ફરતા ખંભાત આવી પહોંચ્યા. ખંભાતમાં જે પૌષધશાળામાં સૂરિવર બિરાજમાન હતા, ત્યાં તો જ્ઞાનપ્રેમી સજજનેની વિરાટ ભીડ જમા થતી. જાણે કઈ મહાવિદ્યાલય ન હોય, તેવું દય સજતું હતું. સૂરિજીની ભવિષ્યવાણી
એક વખત કુમારપાળ ખંભાત આવી ચઢયા. ગુપ્તવેશે રાતના સમયે તે સૂરિદેવને મળવા આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com