________________
૪૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
પૂજા પણ કરી. ગિરનારમાં જિનભક્ત એવા સાજન મસ્ત્રીની કુશળતાથી ગિરનાર તીર્થનો જિર્ણોદ્ધાર સિદ્ધરાજે પોતાના ખર્ચે કરાવ્યો.
ત્યાંથી હેમચન્દ્રાચાર્યજી, સિદ્ધરાજ અને શ્રી સંઘ સોમનાથ આવ્યા. સોમનાથના મંદિરમાં મહાદેવ (શિવજી)ના દર્શન કરતાં સૂરિદેવ અર્થગંભીર સ્તુતિ બેલ્યા હતા;
"यत्र तत्र समये यथा तथा योऽसि सोऽत्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान्
* ઇવ મવન | નમોડસ્તુ તે ” [ અર્થ: ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તે નામવડે જે વીતરાગ અર્થાત્ રાગદ્વેષાદિ પાપોથી સર્વથા રહિત છે, તે વીતરાગ એક જ છે. અને તે તું હો તો, હે ભગવાન! તને મારા નમસ્કાર હો.] "भवबीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।" [ અર્થ: સંસારના બીજાંકુરને પેદા કરનારા (અર્થાત્ ભવ પરંપરાને વધારનારા) રાગ-દ્વેષ-મહાદિ દોષે જેના ક્ષીણ થઈ ગયા છે, એ પછી–બ્રહ્યા છે, વિપશુ છે, મહાદેવ હો કે જિન હે–ગમે તે હો, તેમને મારે નમસ્કાર થાઓ.]
હેમચન્દ્રાચાર્ય મહાગીતાર્થ (શાસ્ત્રમર્મર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com