________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૭ આચાર્યશ્રી અને સિદ્ધરાજની યશકીતિ ચારેબાજુ ગવાવા લાગી
અગાધ જ્ઞાનના મહાસાગર છતાં અત્યંત નિરભિમાની, જેન ધર્મમાં પરમ નિષ્ઠાવાન છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ ઔદાય ધરાવનાર હેમચન્દ્રાચાર્ય, રાજા સિદ્ધરાજ અને સમગ્ર પ્રજામાં પરમ પ્રેમાદરનું પાત્ર બની ગયા હતા. સોમનાથની યાત્રાએ સિદ્ધરાજ અને સરિદેવ
સિદ્ધરાજને કોઈ સંતાન ન હતું, તેથી તેનું મન છેલ્લા વર્ષોમાં સંતાપશીલ રહ્યા કરતું. તેને પુત્રની પ્રાપ્તિની ઝંખના અદમ્ય હતી. તે માટે તે સોમનાથ મહાદેવની યાત્રા કરવા નીકળે. સિદ્ધરાજની ચિત્ત પ્રસન્નતા ખાતર તેની વિનંતીથી હેમચન્દ્રાચાર્યજી પણ સાથે આવવા તૈયાર થયા.
આચાર્યશ્રીની સૂચનાથી શત્રુંજય અને ગિરનાર તીર્થોએ જઈને સોમનાથ જવાને રસ્તે સિદ્ધરાજે નકકી કર્યો. આ માટે પાટણથી વિરાટ સંઘ નીકળ્યો. જેમાં હાથી, ઘોડા, ઊંટ, બળદો અને વાહનોનો કઈ પાર ન હતો.
સાગરની જેમ ગાજતે અને ગર્જતે એ સંઘ, અનેક જગ્યાએ પડાવ નાંખતે આગળ વધવા લાગ્યો. સિદ્ધરાજે અને સકળ સંઘે શત્રુજય અને ગિરનાર બને તીર્થોની ભક્તિપૂર્વક યાત્રા કરી. સેવાShree Sudharmaswami Gyanbhandar-Umara, løvrnatumaragyanbhandar.com