________________
૪૬ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
આ વાતના સ'સ્કૃત-àાક જે સૂરિદેવે સિદ્ધરાજને કહેલા તે આ પ્રમાણે છેઃ "तिरोधीयते दभाद्यैर्यथा दिव्यं तदौषधम्, तथाऽमुष्मिन् युगे सन्यो धर्मो धर्मान्तरैर्नृप ! परं समग्र धर्माणां सेवनात् कस्यचित् क्वचित् जायते शुद्धधर्माप्ति दर्भच्छन्नौषधाप्तिवत् ॥ "
ભાવા: “ જેમ દર્ભાદિ(ઘાસ વગેરે) સાથે ભેળસેળ થઈ જવાથી દિવ્ય ઔષધ છાનું રહે છે તેમ
આ યુગમાં અનેક ધર્મોમાં ભેળસેળ થઈ જવાથી સાચા ધર્મ છુપાઇ ગયા છે. જેમ દ(ઘાસ) વગેરેમાં છુપાયેલી ઔષધિ તે સના સેવનથી મળી જાય છે; તેમ સમગ્ર ધર્મોના સેવનથી (જાણકારી-જ્ઞાનમેળવવાથી) કયારેક કાઇને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે.”
હેમચન્દ્રાચાય જીએ આપેલા નિષ્પક્ષ અને સધર્મા પ્રત્યેની ઉદારતાથી ભરેલા ઉત્તરથી સિદ્ધરાજ પ્રસન્નતાને પામ્યા, તેનું સૂરિદેવ પ્રત્યેનું માન વધી ગયું.
સિદ્ધરાજની સભામાં અનેક કવિઓ, ૫'ડિતા, ચારણા અને વિદ્વાનેા આવતા હતા. સિદ્ધરાજને જ્ઞાનની ભારે પ્રેમ હતા. તેથી તે અવારનવાર જ્ઞાનગાષ્ઠિ અને ધમ ગોષ્ઠિઓ ગાઠવતા જ રહેતા. આ બધા પ્રસંગામાં હેમચન્દ્રાચાર્ય પ્રમુખસ્થાને રહેતા. આચાર્ય શ્રી અન્ય પડિતા અને કવિએને પણ મહત્વ આપતાં. તેમને પૂરી રીતે સાષ પમાડતાં. માથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com