________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૫
ત્યારે આકાશમાગે શિવ-પાર્વતી પસાર થઈ રહ્યા હતા. પાર્વતીએ શિવજીને આ સ્ત્રીના ૨ડવાનું કારણ પૂછ્યું, ત્યારે શિવજીએ પૂરી હકીકત પાર્વતીને જણાવી. પાર્વતીએ પૂછયું : “એ કેઈ ઉપાય છે કે જેનાથી આ સ્ત્રીને પતિ પુનઃ માણસ બની જાય?”
ત્યારે શિવજી બોલ્યા : “હા....આ જ વૃક્ષની પાસે એક વનસ્પતી-ઔષધ છે કે જે ખાવાથી આ બળદ ફરી માણસ બની શકે.”
આ વાર્તાલાપ યમતીએ સાંભળે. પણ તેટલી વારમાં તો શિવ-પાર્વતી આગળ ચાલ્યા ગયા. હવે યશેમતી વિચારવા લાગી કે એ ઔષધિને ઓળખવી શી રીતે ? તેણે તે વૃક્ષની આસપાસની તમામ વનસ્પતિઓ પોતાના પતિને ખવડાવવા માંડી. એમાં જ્યાં પેલી ઔષધિ આવી કે તે બળદ ફરી માણસ બની ગયે.” - આ વાર્તાનો ઉપસંહાર કરતાં હેમચંદ્રાચાર્યજીએ જણાવ્યું કેઃ “રાજન ! બરાબર આ જ રીતે કર્યો ધર્મ સાચે તે એકાંતે કહેવું બહુ મુકેલ છે. પરંતુ તમામ ધર્મોને અને તેના મુખ્ય ગ્રન્થને અભ્યાસ કરવામાં આવે તો સત્ય ધર્મની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય....અને આત્મકલ્યાણની માગ
અવશ્ય પ્રાપ્ત થઈ જાય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com