________________
૪૪ | ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
જગતમાં અનેક ધર્મો છે...
સાચે ધર્મ
કયો ?”
આ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા પંડિતોએ આપે ત્યારે સહુએ જણાવ્યું કે પોતાને જ ધર્મ સાચે છે.
પરંતુ જ્યારે હેમચન્દ્રાચાર્યને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, “ આ પ્રશ્નના જવાબરૂપે હું એક પૌરાણિક કથા કહેશ.”
શંખપુર નામના નગરમાં શંખ નામને એક વેપારી વસતે હતો. તેને યશોમતી નામની પત્ની. જયારે શખ યશોમતી પ્રત્યે વિરકત થઈને બીજી સ્ત્રીના પ્રેમમાં પડે ત્યારે યશોમતી દુઃખી દુઃખી થઈ ગઈ તેણે અનેક યોગીઓ અને સિદ્ધપુરુષને પતિને વશમાં રાખવાને ઉપાય પૂછો.
એમાં એક સિદ્ધપુર પતિને મન્નપ્રયોગ દ્વારા પશુ બનાવી દેવાની વિદ્યા યશોમતીને શિખવી. યશેમતીએ મંત્ર પ્રયેાગ દ્વારા શંખને બળદ બનાવી દીધો. પણ પાછળથી તેને ખૂબ પશ્ચાત્તાપ થયે. હવે તે પેતાના પતિને પુનઃ માણસ બનાવવા ઈચ્છતી હતી. પણ તે માટે તેની પાસે કેઈ મન્ન કે વિદ્યા ન હતી.
તે સતત વિલાપ કરતી. રડતી. પોતાના બળદપતિને ચારે ચરાવવા ખેતરમાં લઈ જતી. એક દિવસ યશોમતી એક ઝાડ નીચે બેસીને વિલાપ
કરી રહી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com