________________
હેમચંદ્રાચાર્ય
[ ૪૩
અવસરે આ જ શ્રીપાળ નામના વિદ્વાન કવિ દ્વારા રાજા સિદ્ધરાજને હેમચન્દ્રસૂરિજીએ ભલામણ કરી અને જણાવ્યું કે એક લાખ સુવર્ણ મુદ્રાઓનું જે ઈનામ, સિદ્ધરાજે દેવાધિને આપવા પહેલાં નક્કી કર્યું હતું, તે તેને અવશ્ય આપવું.
કલિકાલસર્વજ્ઞશ્રીની સૂચનાથી સિદ્ધરાજે દેવબાધિને લાખ સુવર્ણ મહારે આપી. આનાથી દેવબેધિનું મન સૂરીશ્વર પ્રત્યે ખૂબ અહોભાવયુક્ત બન્યું. એટલે તેણે બધુ ત્યાગી દીધું. અને આત્મકલ્યાણ માટે ગંગા કિનારે નિવાસ કર્યો.
શત્રુભાવ ધરનારા પ્રત્યે પણ સૂરિદેવ હેમચન્દ્રની આ કેવી મહાન ઉદારતા !
સર્વધર્મો પ્રત્યે સમદશિતા
સિદ્ધરાજ જયસિંહ ઉપર હેમચન્દ્રસૂરિજીને પ્રખર પ્રભાવ હતો. હેમચનદ્રાચાર્યની ઉદારતા, બુદ્ધિમત્તા, વિદ્વત્તા, ક્ષમાશીલતા, સ્નેહાળતા, કુનેહ અને કુશળતા, આ બધા ગુણે સિદ્ધરાજના હૃદય ઉપર અમિટ છાપ મૂકી હતી.
પિતાના મનની શંકાઓના સમાધાન માટે સિદ્ધરાજ હેમચન્દ્રસૂરિજીને પ્રશો પૂછતા. એક વાર જુદા જુદા પંડિતોને પોતાની સભામાં સિદ્ધરાજે પ્રશ્ન
પૂછોઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com