SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક આ સમયે અરેન વિદ્વાનોએ સિદ્ધરાજ આગળ ફરિયાદ કરી કે : “હેમચન્દ્રાચાર્યજી પાંડવેએ જૈન દીક્ષા લીધી અને શત્રુંજય ઉપર મેસે પધાર્યાની વાતે રજૂ કરે છે. જે આપણા ધર્મની માન્યતાથી સાવ વિરુદ્ધ છે. આ તે ન જ ચાલી શકે. ” સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યજીને મળીને આ બાબતને ખુલાસે આપવા અને વિદ્વાનોના મનની શંકાનું સમાધાન કરવા વિનંતી કરી. ત્યાર બાદ હેમચન્દ્રાચાર્યજીએ, સિદ્ધરાજે આજેલી વિદ્વાનની સભામાં જણાવ્યું : “અમારા જેને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પાંડવોએ જેન દીક્ષા લીધી હતી. અને તેઓ શત્રુંજય ઉપર મેસે પધાર્યા હતા. ત્યાં પાંડવોની મૂર્તિઓ પણ છે. પરંતુ એક જ નામની અનેક વ્યક્તિઓ આ અનંત ભૂતકાળમાં થઈ હોય છે. તેથી શત્રુંજય ઉપર મેસે પધાર્યા તે પાંડ અને તમારા મહાભારતના પાંડવો જુદા-જુદા હોઈ જ શકે છે. આથી કે વિરોધ રહેતા જ નથી. “જો આમ નહિ માને છે, તમારા મહાભારતમાં ભીષ્મ પર્વમાં એમ જણુવ્યું છે કે ભીષ્મપિતામહે પોતાના કુટુમ્બીજનેને એમ કહ્યું હતું કે “જ્યાં કોઈને પણ કયારેય અગ્નિદાહ થા ન હોય ત્યાં મારે અગ્નિસંસ્કાર કરજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy