________________
[ પ ]
સમદર્શી અને સમયજ્ઞ સરિસમ્રાટ
હેમચન્દ્રાચાર્યની કુશળતા, બુદ્ધિમત્તા અને વિદ્વત્તા ખરેખર અજોડ હતી. તેમની તાર્કિક પ્રતિભા અને વાદ–કૌશલ્ય પણ ખરેખર અદ્ભુત હતું.
હેમચન્દ્રસૂરિજી એક વખત પાટણમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે, ભગવાનશ્રી નેમિનાથસ્વામીના જીવનચરિત્ર ઉપર પ્રવચન આપતા હતા. ત્યારે તે સાંભળવા માટે અનેક વિદ્વાના, પંડિતા અને રાજા પણ આવતા હતા.
વ્યાખ્યાનમાં પાંડવાના વિષય આવ્યા, ત્યારે જૈન મહાભારત” પ્રમાણે સૂરિદેવે જણાવ્યું કે, “પાંડવાએ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી અને તે શત્રુંજયગિરિ ઉપર મેક્ષે પધાર્યા હતા.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com