________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૩
બે ચામરધારિણીઓ ચામર વીંઝતી હતી અને ઉપર શ્વેત છત્ર હતું. ત્રણસે લહિયાઓ પાસે તેની હજારો નકલો તૈયાર કરાવી. તેની સુવર્ણાક્ષરે લખાચેલી પ્રતે પણ તૈયાર કરીને બહુમાનપૂર્વક રાજ્યભંડારમાં સ્થાપિત કરી.
રાજ્યસભામાં એ સમગ્ર વ્યાકરણનું વાંચન કરાયું.
તત્કાલીન વિદ્વાનોએ એ વ્યાકરણને હૈયાના હર્ષથી વધાવ્યું અને પોતાની હાર્દિક સંમતિ અર્પી.
નેપાલ, કર્ણાટક, કાંકણુ, સૌરાષ્ટ્ર....અરે ! ઈરાન અને લંકા સુધી–તે નકલોને મોકલવામાં આવી. કાશમીરમાં આ વ્યાકરણની આઠ નકલ મેકલવામાં આવી હતી.
પાટણમાં “કકકલ’ નામના વિદ્વાન અને હેમવ્યાકરણના સૌ પ્રથમ વૈયાકરણ દ્વારા આ નવીન વ્યાકરણ ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી. દર મહિનાની સુદ પાંચમે તેની પરીક્ષાઓ લેવાતી અને તેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું રાજ્ય તરફથી શાલ, સુવર્ણ મુદ્રા વગેરે અર્પીને સન્માન કરાતું.
સંસ્કૃત ભાષાના ઈતિહાસમાં પાણિનીએ રચેલાં વ્યાકરણને બાદ કરતાં, “સિદ્ધહેમ” જેવું સર્વોત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com