________________
૩૨ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
તમારી વિનંતિના કારણે સર્જાયું છે, તેથી મેં “સિદ્ધ) શબ્દ સ્થાપે છે.”
સિદ્ધરાજ કહે : “પણુ ગુરુદેવ ! મારી વિનંતીથી સજાયેલ આ મહાવ્યાકરણ સર્યું તો આપે જ ને ! તેથી તેમાં આપનું નામાંકન પણ કરવું જ જોઈએ.”
અને એ વ્યાકરણનું નામ “સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન' રખાયું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાને એ અદ્દભુત વ્યાકરણ ગ્રન્થ આજે ય અલૌકિક છે. મા સરસ્વતીના શિર પર જે મુગુટમણિની જેમ શોભી રહ્યો છે. સિદ્ધહેમ'નું શહેનશાહી સન્માન
આ વ્યાકરણ “સિદ્ધહેમ” એવા ટૂંકા નામે વધુ જાણીતું બન્યું. સિદ્ધરાજના હૃદયમાં હર્ષને મહાસાગર ઉછળી રહ્યો હતો. કારણ કે પિતાની ગુર્જરધરાના એક પરમસાધુપુરુષે ગુજરાતની વિમલકીર્તિને દિગંતવ્યાપી બનાવે એવું સાંગોપાંગ વ્યાકરણ સજર્યું હતું. અને તેમાં નિમિત્તભૂત પિતે બન્યો હતો.
સાક્ષાત્ મા શારદાને સન્માને એ રીતે, રાજ્યના મુખ્ય હાથી “શ્રી કરણ ઉપર અંબાડીમાં “સિદ્ધહેમ'ની સુવર્ણ પ્રતને સ્થાપિત કરીને સિદ્ધરાજે પાટણના વિશાળ રાજમાર્ગો ઉપર તેની મહાન
શોભાયાત્રા કાઢી. શોભાયાત્રામાં આ મહાગ્રથને Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com