________________
હેમચંદ્રાચાર્ય
[ ૩૧
લીધું. આ માટે ઉપયોગી તમામ સાહિત્યસામગ્રીઓ સિદ્ધરાજે મંગાવી આપી. ઠેઠ કાશ્મીરથી પણ વિશિષ્ટ ગ્રન્થ મંગાવવામાં આવ્યા.
અને...એક પ્રાત:કાળના પુનિત પહોરે હેમચન્દ્રસૂરિએ હાથમાં કલમ ગ્રહણ કરી. ભાગિરથીના ખળખળ વહેતાં સલિલની જેમ સૂરિદેવની કલમમાંથી સાહિત્યની સરવાણુ સદા વહેતી જ રહી. જેના શિર પર સાક્ષાત્ મા સરસ્વતીની કૃપાધારા વહેતી હેય એનું સાહિત્યનિર્માણ “અદ્દભુત હોય એમાં સંદેહ શાને ? | હેમચન્દ્રાચાર્યને જન્મદિન કાર્તિક પૂર્ણિમા !
એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ–બરાબર એક વર્ષે–પૂર્ણ થયું. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગેથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના તેમણે કરી. જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું હતું. કુલ સવા લાખ શ્લોક પ્રમાણ આ વ્યાકરણની રચના થઈ.
હેમચન્દ્રસૂરિજીએ વ્યાકરણનું નામ રાખ્યું : “સિદ્ધશબ્દાનુશાસન”! મહારાજ સિદ્ધરાજે જ્યારે એ નામ વાંચ્યું, ત્યારે તે અહંભાવથી આચાર્યને ઝકી પડયા. સૂરિદેવ બાલ્યા : “આ વ્યાકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com