________________
૩૦ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
તની અસ્મિતાને ઊંચે આકાશમાં સદા ઝગમગતી રાખી શકે. છે કેાઈ એ ગૂર્જરધરાને દિવ્ય લાલ?”
અને..સભામાંથી કોઈ સિદ્ધરાજને પડકાર ઝીલવા તૈયાર ન થયું. ત્યારે અનેક વિદ્વાને અને પંડિત યુવા–આચાર્ય હેમચંદ્રસૂરિજી તરફ સમુ
સુક નજરે જોવા લાગ્યા. સિદ્ધરાજને પણ આવા મહાન કાર્ય માટેનું સામર્થ્ય અને શક્તિ હેમચન્દ્રાચાર્યમાં હવાની સવિશેષ શ્રદ્ધા જાગી. ત્યારે સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યજીને વિનંતી કરતાં કહ્યું.
"यशो मम तव ख्यातिः, पुण्यं च मुनिनायक ! विश्वलोकोपकाराय, कुरु व्याकरणं नवम् ॥"
અર્થાત- “હે મુનિનાયકી મને યશ મળશે અને આપને પ્રસિદ્ધિ અને પુણ્ય–બેઉ મળશે. તેથી વિશ્વના લોકે ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણની રચના કરો.”
હેમચન્દ્રાચાર્યના હૈયે આનદને ઉદધિ ઉછાળા મારી રહ્યો કારણ કે સિદ્ધરાજની વિનતિ–વાણી માં તેમને પોતાની અંતરભૂમિનું સપનું જાણે આકાર ધારણ કરીને સત્ય બનતું દેખાતું હતું. એક વર્ષમાં સાંગોપાંગ વ્યાકરણનું નિર્માણ
ગુજરાતની અસ્મિતાને ઈતિહાસના આકાશમાં ચિરંજીવ કરવાનું બીડું હેમચન્દ્રાચાર્યે ઝડપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, lowwatumaragyanbhandar.com