________________
૨૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
મૂલ્યવાન ચીજ-વસ્તુઓને પણ માર્ગો ઉપર ફેરવાયા હતા.
આ પ્રસંગે સિદ્ધરાજને ઉદેશીને હેમચન્દ્રાચાયે, તેમની અદભુત ક૯૫નાશકિતના પ્રતીક સમે નીચેને શ્લોક કહ્યો :
'भूमि कामगवि ! स्वगोमयर सैरासिञ्च रत्नाकरा ! मुक्ता स्वस्तिकमातनु ध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव । धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणा स्तोरणा न्याधत्त स्कक रैविजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ।।'
અર્થાત્ “ હે કામધેનુ! તું તારા ગોરસ (દૂધદહીં)થી પૃથ્વીને સીંચી દે.
હે રત્નાકરો ! તમે મોતીઓના સાથિયા રચે. હે ચન્દ્રમા ! તું પૂર્ણ કુમ્ભ બની જા
હે દિગૃહસ્તિઓ! તમે પણ કલ્પતરુના પર્ણોનાં સુન્દર તેરણે રચે....કારણ કે આજે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવી રહ્યો છે.”
| હેમચંદ્રાચાર્યની આ અદ્દભુત કાવ્યશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનપ્રતિભાના કારણે સિદ્ધરાજનું હદય આચાર્યશ્રી પ્રત્યે વધુ ને વધુ આકર્ષિત થવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com