________________
હેમચંદ્રાચાર્ય
[ ૨૭
ધર્મપ્રભાવક સત્કૃત્ય કરાવવાની દૂરંદેશિતા અને બુદ્ધિમત્તા નિહિત હતી. હેમચન્દ્રાચાર્યની પ્રતિભાથી પ્રભાવિત સિદ્ધરાજ
આવો જ એક બીજો પ્રસંગ પણ આ પ્રમાણે છે.
ગુજરાતના પાટણ અને માલવાની વચ્ચે વર્ષોથી પેઢી દર પેઢી–વૈર ચાલ્યું આવતું હતું. સિદ્ધરાજે બાર વર્ષ સુધી અસીમ પુરુષાર્થ ફેરવીને અવંતીને જીતી લીધું હતું. સિદ્ધરાજના પ્રતાપી પૂર્વ જેચામુંડ, દુર્લભરાજ,ભીમ અને કર્ણ-સહુએ અવંતીના વિજયની ઝંખના કરી હતી પણ અવંતીના માથે પાટણની વિજયધજા લહેરાવવાનું ભવ્ય સૌભાગ્ય સિદ્ધરાજને જ મળ્યું.
બાર બાર વર્ષ સુધી યુદ્ધ કરીને પોતાના અપૂર્વ સામર્થ્યબળે સિદ્ધરાજ માલવા ઉપર વિજયની વરમાળા વરીને પાટણમાં પ્રવેશી રહ્યો હતે. આથી સમસ્ત પાટણની પ્રજા રાજાના વિજયેત્સવમાં પાગલ બની હતી. સિદ્ધરાજને વધાવવા સહુ ઉત્સુક બન્યા હતા. પાટણના ઘેર ઘેર મંગળ તોરણે બંધાયા હતા. વિદ્વાને પ્રશસ્તિગીત લલકારતા હતા. આ ભવ્ય વિજયયાત્રામાં સિદ્ધરાજ ગજરાજ ઉપર આરુઢ બનીને આવી રહ્યો હતો. | વિજયયાત્રામાં કેદ કરેલા માળવાના રાજાને
અને વિજય બાદ પ્રાપ્ત થયેલા અઢળક ધનવૈભવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18urvatumaragyanbhandar.com