________________
[ ૪ ]
સિદ્ધરાજ અને સૂરિદવ
પાટણ પધાર્યા બાદ, યુવાન, ૫૨મ તેજસ્વી અને પ્રખર વિદ્વાન જૈનાચાય હેમચન્દ્રસૂરિજીની કીર્તિ જોતજોતામાં સર્વત્ર ફેલાઈ ગઈ હતી. સિદ્ધરાજને પણ આચાય શ્રીની જ્ઞાનપ્રતિભાની વાતા સાંભળીને તેમને મળવાની ઝંખના જાગી હતી.
સિદ્ધરાજ અને હેમચન્દ્રાચાર્યની પ્રથમ મુલાકાત અંગેના પ્રસંગ ‘પ્રભાવક—ચરિત્ર’ અને ‘કુમારપાલ–પ્રમ‘ધ' માં વર્ણવવામાં આવ્યા છે. હેમચન્દ્રાચાય ના સિદ્ધરાજને આશીવદ એક વખતની વાત છે.
પાટણના મુખ્ય માર્ગો પરથી સિદ્ધરાજ હાથી ઉપર એસીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે હેમચન્દ્રસૂરિજી ખીજા મુનિએ સાથે સામેથી આવી રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com