________________
૨૪] ગુજરાતની અસ્મિતાના અને ખા આવિર્ભાવક
સમયે ગુર્જરધરા પર મહાન રાજવી સિદ્ધરાજ જયસિંહ ગુજરાતની રાજધાની પાટણમાં એવું સુન્દર રાજ્ય ચલાવતો હતો કે જેની કીતિ સારાયે ભારતદેશમાં સર્વત્ર પ્રસાર પામી હતી.
સિદ્ધરાજ સિંહ જેવા શૂરવીર હતે. શત્રુ રાજાએને જીતી લેવામાં પરાક્રમી હતો. રાજ્ય, નીતિ અને ધર્મ, આ ત્રણેયને તે પૂરતું મહત્વ આપતો હતું. આ ત્રણેય ગુણેની ઉત્તમ વૃત્તિ અને પ્રવૃત્તિએનું ધમધમતું મથક તે સમયે પાટણ શહેર હતું.
આથી જ હેમચન્દ્રસૂરિજીએ વિચાર કર્યો કે પાટણ શહેરમાં જવાથી જિનધર્મને જયજયકાર ફેલાશે. રાજા અને પ્રજા, સહ જિન ધર્મના રાગી અને તેના અહિંસાદિ સિદ્ધાન્તના અનુરાગી બનશે. આથી જ આચાર્યશ્રી પાટણ પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com