________________
હેમચંદ્રાચાર્ય
[ ૨૩
લાધેલે આ ધર્મધ્વજ (ઘે) તમને પણ અર્પણ કરાવિને આજે મનભર આત્મતેષ હું પામીશ.”
પછી નૂતન આચાર્ય હેમચન્દ્રસૂરિજીના માતા પાહિણને ગુરુદેવ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીએ સાધ્વીજીવન સમપ્યું આમ પાહિણુ માનવજીવનને કૃતાર્થ બનાવવા કટીબદ્ધ બન્યા.
પુત્રના પંથે પ્રયાણ કરીને પાહિણી પુલક્તિ બની ઉઠયા.
માતાને મુક્તિને મંગલમાર્ગ અર્પીને મુનિવર મલકી ઉઠ્યા.
પ્રત્રજ્યા (દીક્ષા) સ્વીકાર બાદ, સાધ્વી પાહિણીએ પણ સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો. ઉત્તમ પ્રકારે ચારિત્ર્ય પાવ્યું. તેમની યોગ્યતાને કારણે તેમને “પ્રવતિની” પદ અપાયું. વર્ષો સુધી દીક્ષા પાળ્યા બાદ, વિકમ સં. ૧૨૧૧માં તેઓ સમાધિપૂર્ણ કાળધર્મ પામ્યા.
માતાના સાધુતામય સાધવી જીવનની અને સમાધિમય પંડિતમરણની અનુમોદના નિમિત્તે હેમચન્દ્રાચાર્યે એક કરોડ નવકારમંત્રનો જાપ કર્યો. હેમચન્દ્રાચાર્યનું પાટણ-પ્રયાણ
જ્યારે શ્રી હેમચન્દ્રાચાર્ય પોતાના કૌવનકાળમાં અપૂર્વ જ્ઞાન-તેજવડે અને વાવૈભવવડે હજાર પ્રજાજનોમાં પરમ આદર પામ્યા હતા, ત્યારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com