SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક આચાર્ય પદ પામ્યા. તે જ તેમની પરમ ચેાગ્યતા, સચ્ચારિત્રશીલતા અને અનુપમ જ્ઞાનપ્રતિભાને દર્શાવવાં પૂરતાં છે. પુત્રના પથે પાહિણીનું પ્રયાણુ નિજપુત્રના આચાય પદના આ પનાતા પ્રસંગને પ્રત્યક્ષ નિહાળવા, શ્રદ્ધા અને વાત્સલ્યના સાગરસમી માતા પાહિણીદેવી હાજર રહ્યા હતા અને પેાતાના જીવનની સાર્થકતા અનુભવતા હતા. એક વખતના પેાતાના લીલૂડા લાડકડા લાલ, આજે ધવલ-વસ્ત્રામાં વિરાગમૂર્તિ વિરલ મહાત્મા તરીકે શેાભી રહ્યો છે. જૈન શાસનના જવાહીર બન્યા છે અને જૈનાચાય પદે આરૂઢ થયા છે-એ જોઇન પાહિણીદેવીની રામરાજી વિકસ્વર બની ગઇ હતી. ત્યારે ધર્મવિભાર બનેલી માતાએ ભાવભીના હૃદયે નવાદિત આચાર્ય હેમચન્દ્રને મધુર-વાણીમાં જણાવ્યું કે, “ હૈ શાસન સૂરજ નૂતન સૂરિરાજ! મને પણ તમારા આ પુનિત-પથ પ્રાપ્ત થાઓ. આપના સાધ્વીસઘમાં મને સયમધમ આપેા.” આ સાંભળીને હેમચન્દ્રસૂરિજી પરમ પ્રસન્નતા પામ્યા અને પ્રેમમૂર્તિ માતાને ભાવસભરનેત્રે નિરખી રહ્યા. પછી મેલ્યા: “માતાજી! જે ધર્મપંથ મને દર્શાવીને તમે મારા ઉપર અદ્વિતીય ઉપકાર કર્યાં છે, તે ઉપકારને અદા કરવાના આથી અનુપમ માગ ખીને શા હાઇ શકે ? તમારી કૃપાથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy