________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૭
શક્તિઓથી ત્યારે ગુરુવર્યો અને સકળ શ્રીસંઘ પ્રભાવિત થયા હતા. મા સરસ્વતીનું વરદાન
એક સમયે મુનિ સોમચન્દ્રજીને સરસ્વતી દેવીની વિશિષ્ટ સાધના કરવાનું મન થયું. તે સમયે કાશ્મીરમાં બ્રાહ્મીદેવી (સરસ્વતીદેવી) નું ખાસ સાધના-મથક હતું. ત્યાં જઈને જે સાધના કરવામાં આવે છે, જલદી સિદ્ધિ પ્રાપ્ત થાય. આ માટે મુનિવર સેમચન્દ્ર ગુરુદેવની સમ્મતિ પણ મેળવી લીધી અને કાશમીર જવા માટે વિહાર પણ આદર્યો.
તેઓ ગિરનાર સુધી પહોંચ્યા. પિત એક રાત્રે સરસ્વતીના ધ્યાનમાં બેઠા હતા. તે વખતે સરસ્વતીદેવીએ સાક્ષાત્ દર્શન આપ્યા અને પ્રસન્ન થઈને જણાવ્યું કે, “તમારે મારી સાધના કરવા માટે કાશ્મીર સુધી આવવાની જરૂર નથી. તમે કયાંય પણ સાધના કરશે તે પણ વિદ્યા પ્રાપ્ત કરી શકશે. વળી તમે ગુજરાતમાં જ રહે કારણ કે તમારા દ્વારા ગુજરાતમાં ઘણે ઉપકાર થશે.”
ત્યાર બાદ....વર્ષો બાદ... આત્મિક સંયમસાધના અને સમ્યજ્ઞાનના બળે ગુર્જર દેશની સંસ્કારલક્ષમીના સર્જક સૂરીશ્વર હેમચન, અવનિ પરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com