SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય [ ૧૫ ધરતીને અહિંસાના ઓજસથી અજવાળાં વેરતી બનાવી દીધી.... મીનળદેવીને સમજાવવામાં સફળ સેમચન્દ્રજી : મુનિવરશ્રી સેમચન્દ્રજીની ઉજજવળ જ્ઞાનપ્રતિભા, અતિ ઝડપી જ્ઞાને પાર્જનશક્તિ અને પ્રખર બુદ્ધિમત્તાના કારણે ગુરુ દેવચંદ્રસૂરિજીના હૃદયમાં તેઓ વિશિષ્ટ સ્થાન પામ્યા હતા. ગુરુ પોતાના આ પ્રતિભાસંપન્ન શિષ્ય પ્રત્યે વિશેષ પ્રસન્ન રહેતા હતા. સિદ્ધરાજની સભામાં જ્યારે દિગંબર સમ્મુદાયના પ્રખર વાદી આચાર્ય કુમુદચન્દ્ર સાથે વાદી દેવસૂરિજી મહારાજને શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતું, ત્યારે રાજમાતા મીનળદેવી દિગંબર-તરફી હતા, તેમની સહાનુભૂતિ શ્વેતામ્બર પક્ષે મેળવવામાં બાલમુનિ સેમચન્ટે વિશિષ્ટ ભાગ ભજવ્યો હતે. વાત આમ બની હતી. એક વાર બાલમુનિ સેમચ-દ્રને મીનળદેવીને ભેટે થઈ ગયો. ત્યારે રાજમાતાએ સાહજિક રીતે પૂછયું : “કેમ છે; બાલમુનિ !” સેમચન્દ્રજી બોલ્યા : “માતાજી ! બધું ક્ષેમકુશળ છે. પણ એક વાતની મને ચિંતા થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy