________________
૧૨ 1 ગુજરાત ની અસ્મિતાના અનોખા આવિર્ભાવક
આવું તત્વજ્ઞાન માતા પાહિણી પીને પચાવી ચૂકી હતી. માટે જ તેણે પોતાની આંખોના અણમેલ રતન જેવા ચંગદેવને, ગુરુદેવના ચરણે સમપી દીધો. ત્યાગ અને બલિદાનની આ કથાને જગતના ઈતિહાસમાં સૌથી પ્રથમ પંક્તિમાં પહેલું સ્થાન મળવું ઘટે. આ જ ચગદેવ આગળ જતાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય' તરીકે પ્રસિદ્ધ થયે. પિતા ચાચની પણ સપ્રેમ સંમતિ :
પાહિણી, આચાર્યશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીને ચરણે ચાંગાનું સમર્પણ કરી તે આવી. પરંતુ દેશાવરેથી પાછા ફર્યા બાદ ચાંગાના પિતાની નજરો ઘરમાં આવીને ચાંગાને શોધવા લાગી : “બેટા ! ચાંગા ! તું ક્યાં છે ?' પિતા સાદ દઈ રહ્યા.
પણ....જ્યારે ઘરમાં ચાંગો ન દેખાય, ત્યારે માતા પાહિણીએ જણાવ્યું કે, “આપણું ચાંગાના ઉજજવળ ભવિષ્ય કાજે ગુરુ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી મેં ચાંગાને ગુરુચરણે સેપી દીધે છે.”
અને..પિતાનું હૈયું ફાટી ગયું. પુત્રપ્રેમમાં ઝરતા પિતાના શાકનો પાર ન રહ્યો. તેઓ દોડતા ખંભાત આવ્યા. પિતાના પુત્રને આ રીતે અન્યાયથી ગુરુદેવે આંચકી લીધું છે એમ તે માનતો હતો. પુત્રને પાછા મેળવવા ચાચે, તે સમયના ખભાતના
સબા અને જેનકુલભૂષણુ મત્રીશ્વર ઉદયન પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bwrivatumaragyanbhandar.com