________________
હેમચ'દ્રાચાય
પાહિણીના આંસુના મહાન સન્દેશ ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિવરે પાહિણીની આંખામાંથી ટપકતું એ આંસુ જોયું......અને એ આંસુમાં પુત્રના આધ્યાત્મિક ઉત્થાન કાજે અને પ્રભુશાસનની સેવા કાજે એક ધન્ય માતાની અદ્ભુત સમર્પણુગાથાની પ્રતિચ્છાયા પ્રતિબિસ્મિત બનેલી દેખાઇ. પાહિણીનું એ આંસુ માણસ જાતને મહાન સંદેશ આપે છે કે...“હે માનવ ! આત્મકલ્યાણની અનેાખી યાત્રા સુવર્ણ અને સુન્દરીના સાતત્યહીન સુખમા નથી. સાચા અનેવાસ્તવિક આનંદ બત્રીશા પકવાન્ન અને છત્રીશા શાકભર્યા ભાજનના રસથાળમાં નથી. માનવજીવનનું પૂર્ણ-સુખ એ બાળકેાથી અને પ્રેમાળ પત્નીથી હર્યા-ભર્યા કુટુંબમેળામાં નથી. માનવમાત્ર માટે ધર્મની આરાધના એ જ કલ્યાણયાત્રા ખની રહેવી ઘટે. દેહધારણામાં જે મૂલ્ય પાણી અને પવનનુ છે...એવુ' જ મૂલ્ય આત્મવિકાસમાં સદ્ધની સેવનાનું છે.
[ ૧૧
આત્મવિકાસની આ અનાખી યાત્રામાં સફળતા ત્યારે જ સાધ્ય બને છે કે જ્યારે ઉત્તમ ગુરુને ઉત્તમ અને સમર્પિત શિષ્યની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે તે અનેાખીયાત્રા મુક્તિના મોંગલઢારે જઈને જ અટકે છે. લેાકશાસનમાં માતા અને પુત્રના સમ્બન્ધને સૌથી ઉત્તમ ગણવામાં આવ્યા છે. પણ જિનશાસનમાં ગુરુ અને શિષ્યના સમ્બન્ધને સર્વોત્તમ ગણ્યા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com