________________
હેમચંદ્રાચાર્ય
એ તે બનશે..... ધર્મને ધારણહાર !
સમાજને તારણહાર !! દેશ અને દુનિયા માટે દીવાદાંડી સમે આધાર !
એક પ્રતાપી દિવાકર ! જે બનશે વિશ્વના લાખે દુ:ખી લેકેના અંધકાર
–મય જીવનપથને ઉજાળનાર !!! જિનશાસનના મસ્તક-મુગુટ પર એ મણિસમ સેહશે. માટે જ..આજે આ બાળરત્નને હું તારી પાસે, પ્રત્યક્ષપણે યાચું છું. પેલા સ્વપ્નને સત્ય કરવાને લાખેણે અવસર આજ તારા હાથમાં આવી લાગે છે. તું એક વાત્સલ્યમયી માતા છે. પુત્રના ભાવિહિતને ખાતર અવસર આવે. માતા પિતાના સર્વસ્વને ન્યોછાવર કરવા તૈયાર થાય છે. માટે જ હું કહું છું કે તારા પુત્રની અન તકાળની ભાવિ દુઃખપરંપરાને મિટાવવા અને જિનશાસનના એક ઉજજવળ ઈતિહાસનું નિર્માણ કરવા તું તારા મેહનું બલિદાન આપ અને પ્રભુશાસનના ચરણે આ બાળને અર્પણ કરી દે.”
ગુરુની વાણી સાંભળીને પાહિણી ક્ષણભર વિહળ બની ગઈ. એને પુત્ર પ્રેમ વિરહની કલ્પનામાત્રથી એને ધજાવી ગયે. એ બોલીઃ “ગુરુદેવ ! ચંગદેવના પિતા તો ખંભાત ગયા છે. તેમની રજા વગર હું શું કરી શકું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com