SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક ધ્રુજી ઊઠયું : એણે સાદ દીધું : “બેટા ચાંગા ! તું કયાં ગયે ?” અને ત્યાં જ પાહિણીની નજર ચાંગા પર પડી. નાનકડો ચંગદેવ, ગુરુદેવની પાટ ઉપર કઈ યોગીપુરુષની અનોખી છટાથી બેઠેલો દેખાયા. માતા વ્યગ્ર બની ગઈ. એ દોડી... અને બાળ ચંગદેવને ઉઠાડતી બેલી : “બેટા ! ત્યાં આપણાથી ન બેસાય. એ તે ગુરુદેવનું આસન છે.” ત્યાં તે પાછળથી એક વત્સલ-વાણું ઉપાશ્રયમાં ગૂંજી ઊઠી : ચગદેવ માટે ગુરુની માંગણી : પાહિણી ! એ બાળ ભલે બેઠો ! એ બાળ કેાઈ સામાન્ય બાળ નથી; એ તે ભાવિને જિનશાસનને રખેવાળ છે. વિધાતાનું એ વિરલ સર્જન છે. યાદ કર ! તે દિવસે તને આવેલા સ્વપ્નને ! એ સ્વપ્નમાં તે મને અર્પણ કરેલું અદ્દભુત ચિંતામણીરત્ન તે આ જ બાળક છે. નિસર્ગની મહાજના પ્રમાણે આ બાળક આ જીવન દરમ્યાન સુધર્મા ગણધરની પાટને ઉજાળશેઅજવાળશે. આ અંગદેવ કેઈ ચણા-મમરા વેચમારી કરિયાણાની દુકાન માલિક થવા સાથે નથી. કેઈ મેલો મુત્સદ્દી રાજકારણ કે સંસારના ભાગે ભેગવનારો વિલાસી લખપતિ થવા નથી સજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy