SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય [ ૫ લાવ્યા. સૂરિજીએ પોતાની મનોવેદના વાણી દ્વારા શાસનદેવી સમક્ષ વ્યક્ત કરી. ત્યારે, શાસનદેવીએ કહ્યું : “આપ નિશ્ચિત બની જાઓ અને ધંધુકા તરફ પ્રયાણ કરે. ત્યાં આપને એક તેજસ્વી બાળની પ્રાપ્તિ થશે. “ચા” નામના મેઢ વણિકના તે “ચાંગા નામના બાળકને તમે દીક્ષા આ પજે. જિનશાસનના આકાશમાં તે અપૂર્વ સૂરજની જેમ ચમકશે અને તમારી સમગ્ર ચિંતાઓને તે દૂર કરશે.” આમ...કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના પ્રાગટયનું કારણ બન્યું..... દેવચંદ્રસૂરીજીના આંખના આંસુ ! જેણે બદલી નાંખ્યું જૈન શાસનના ઈતિહાસનું પાસું !! હવે....જીવનકથાના એ ઘટનાક્રમમાં આગળ વધીએ.... # # પાહિણીનું ઉત્તમ સ્વપ્ન ચાંગાના જન્મ પહેલાં, આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી જેવા પરમભૃત વિદ્વાન-પુરુષ પાસે આવીને પાહિણીએ, ગુરુવંદના કરીને એક દિવસ એક વાત કરી હતી ? “ભગવાન ! મેં એક સ્વપ્ન જોયું હતું, મેં એક અતિ ઉત્તમ અને અભુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy