SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટ તે દેખાય છે. નથી આંખ ઉપર હાથની છાજલી બનાવવાની જરૂર, કે નથી ટેલિસ્કોપ કે બાયનેકયુલરના દૂરબીન લગાવવાની જરૂરત ! એ સ્પષ્ટ–સુસ્પષ્ટ પ્રતિમા છે કલિકાલ–સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! સમયની દૂર-સુદૂરવતી ધરતી પર એ ઊભેલા છતાં આજે ય ચાખા-ચટ જણાઈ રહ્યા છે. વચમાં એવી એકેય ટેકરી નથી ઊભી કે જે એ અસ્તિત્વની આડશ ઉભી કરી શકે ! નથી એવા ધુમ્મસના ધૂધલા પટ્ટા બાઝયા જે એ અસ્મિતાને એઝલ બનાવી શકે કે, નથી એવા ઝાડ-ઝાંખરા જામ્યા જેની જળ-જજલ એ જીવત જોતિના પ્રકાશને આવરી શકે ! નવ નવ સૈકાથી જેના જીવનનું અમર ગાન ધરતીના આ માનવો ગાતાં થાકતાં નથી... એ વિરલ–વ્યક્તિત્વના સ્વામી કલિકાલ સર્વજ્ઞી હેમચંદ્રાચાર્ય ભગવંતના જીવન-કવન ઉપર અનેક ચત્રિગ્રંથો પ્રકાશિત થયાં છે, થતાં રહે છે. એમાં જ આ એક અદને પ્રયાસ છે. નેહી પડિત શ્રી ધનજયભાઈની ક્લમ સાચે જ કમનીય કલમ છે.શેલી એવી પ્રાસાદિક અને પ્રાવાહિક છે કે એમના લેખન પર વાચક અનાયાસ જ તણાતે રહે છે.....હા નદીમાં જેમ લાકડું તણુય ને, તેમ જ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy