SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણુમ છે પ્રસ્તાવના સમય-સરિતાના નવ નવ સૈકાઓની સામે પાર ઊભેલી એ વિભૂતિ! કેવી મનમોહક જણાઈ રહી છે. સપ્રમાણ એ દેહયષ્ટિ વિરાટની ઓળખ આપી રહી છે. એ દેહ દારિક–આણુઓથી નહીં, જાણે જ્ઞાનના જ અણુ-પરમાણુઓથી ગોઠવાયેલ નથી લાગતો શું ? સૂર્યશુ એ મુખમંડળ ઝળહળતી આભા વેરી રહ્યું છે. મસ્તક ઉપર રહેલા સફેદ છતાં ય ગીચ કેશના ઝુલ્ફા હવાની લહેરથી આમ-તેમ થતાં દેખાય છે. જાણે મસ્તિષ્કમાં ભરેલી બુદ્ધિના વલોણુમાંથી નીકળેલું માખણ ઊભરાતું ન હાય ! ચમકતાં એ નયન-કાળાંમાંથી કેવી તેજસ્વી કિરણાવલી વછૂટી રહી છે ! દાઢી-મૂછની સફેદાઈ વચ્ચે પરવાળા-શા રંગીલા હેઠે ભેગા-છૂટા થઈ રહ્યાં છે ને એમાંથી વરસતાં ક–સુમને સમયસરિતાની સાથે વહેતાં વહેતાં આજેય અહી સુવાસ ફેલાવી રહ્યાં છે. સુલક્ષાણું કર્ણયુગલ અને આજનબાહુની જોડી, ને વળી દેહ પર વીંટાયેલું ધવલ-પરિધાન પવનની પીઠ પર અસવાર બન્યું છે. કે પડછંદ અને પ્રકાશમાન એ દેહ છે ? કેણ છે એ ?' એમ સવાલ પૂછે છે? રે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy