________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૦૫
પંડિત શ્રી શિવદત્ત શર્મા લખે છે કે, ભારત વર્ષના પ્રાચીન વિદ્વાનની ગણનામાં જૈન શ્વેતામ્બરાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિએ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્યના ઈતિહાસમાં જે સ્થાન કાલિદાસનું અને શ્રી હર્ષના દરબારમાં બાણભટ્ટનું , પ્રાયઃ તે જ સ્થાન બારમી સદીમાં ચૌલુક્યવંશી ગૂર્જરનરેન્દ્રસિદ્ધરાજ જયસિંહના ઈતિહાસમાં હેમચન્દ્રનું છે.”
શ્રી મેહનલાલ દલીચદ દેસાઇ કહે છે કે, “હમયુગ એ જૈનશાસન માટે, વાડુમય માટે અતિ વૈભવ, પ્રતાપ અને વિજયથી દેદીપ્યમાન હતા. તેની અસર સમગ્ર ગુજરાત પર અનેક રીતે સ્મરણમાં રહે તેવી થઈ છે. હેમચન્દ્રના નામ પ્રમાણે તેને યુગ પણ હેમમય – સુવર્ણમય હતો. અને ચિરકાળ સુધી તેને પ્રભાવ રહેશે.”
વિદ્વાન લેખક શ્રી ધૂમકેતુએ લખ્યું છે કે, જેમ શિવાજી રામદાસ વિના, વિકમ કવિકુલગુરુ કાલિદાસ વિના, અને ભેજ ધનપાળ વિના શૂન્ય લાગે છે, તેમ સિદ્ધરાજ અને કુમારપાળ, હેમચદ્રાચાર્ય વિના શુન્ય લાગે છે.”
“ધૂમકેતુ” એ લખેલા “હેમચંદ્રાચાર્ય”પુસ્તકના અંતિમ વાકયના આલેખનપૂર્વક આ જીવનચરિત્રનું આપણે સમાપન કરીએ – “ સૂર્યોદય સમયે સરસ્વતી નદીના કિનારે ઊભેલી એક મહાન શક્તિ, પિતાના પ્રકાશથી–તેજથી આખા ગુજરાતને છાઈ
દેતી કલપે...અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Buwatumaragyanbhandar.com